મોરબી : સીદસર પ્રેરિત ઉમિયા મહિલા સમિતિ-મોરબી દ્વારા આવતીકાલે શુક્રવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્સર જેવી અસાધ્ય બીમારી સામે મક્કમ મનોબળથી વિજય મેળવી પ્રથમ વખત મોરબી પધારી રહેલા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના સ્વાગત અને તેમના ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાર્થના માટે 'આનંદનો ગરબો' પ્રસ્તુત કરવામાં આવશે.બાપા સીતારામ ચોક સ્થિત પંચમુખી ગરબા મંડળ દ્વારા આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કાંતિભાઈ અમૃતિયાએ પોતાની બીમારીને આત્મબળથી પરાસ્ત કરી છે, ત્યારે તેઓ હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહી ભાવિ સફળતા મેળવે તેવી મંગલ કામના સાથે આ કાર્યક્રમ યોજાશે.કાર્યક્રમની વિગત • તારીખ: 27-03-2026, શુક્રવાર • સમય: સાંજે 07:30 થી 08:30 કલાકે • સ્થળ: બાપા સીતારામ ચોક, પંચમુખી ગરબા મંડળ, મોરબીઆ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પંચમુખી ગરબા મહિલા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #KantiAmrutiya #AnandNoGarbo #MorbiNews #GujaratMinister #HealthAwareness #SocialEvent #MorbiCity