મોરબી : આજ તા. 27-12-2025 ને શનિવારના રોજ ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં બેગલેસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળામાં આનંદ મેળો (વાનગી મેળો) રાખવામાં આવ્યો હતો. જેમાં વાનગીઓનાં 13 સ્ટોલ રાખવામાં આવ્યા હતા. આ સ્ટોલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ પાણીપુરી, ભેળ, ભૂંગરા બટેકા, દાબેલી, ટોસ્ટર સેન્ડવીચ, ચોકો બોલ, સરબત, ફ્રૂટ ડીશ, છાશ વગેરે જેવી વાનગીઓ રાખવામાં આવી હતી. આ દરમિયાન શાળાનાં આમંત્રણને માન આપી પધારેલા પ્રવિણભાઈ ભોરણિયા - ડેપ્યુટી DPC મોરબી, ચિરાગભાઈ આદ્રોજા- BRC Co.ORD મોરબી અને વિરલભાઈ સાણજા - BRP નિપુણ માળિયા મિ., વંદનાબેન સોનગ્રા - CRC Co. ORD ચાંચાપર તથા કિરીટભાઈ અધારા - આચાર્ય ચાંચાપર તા. શાળા આનંદ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાનાં શિક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન હેઠળ તમામ સ્ટોલ તથા તે મુજબની વાનગીની વ્યવસ્થા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી. આ આનંદ મેળાનો હેતુ વિદ્યાર્થીઓમાં વેપાર વાણિજયનો ગુણ વિકસે તથા જાતે વાનગી કઈ રીતે બનાવવી તેની સમજ પૂરી પાડવાનો હતો જે સિદ્ધ થયેલ જોવા મળ્યો હતો. આનંદ મેળાના સરસ આયોજન બદલ શાળાનાં આચાર્ય ઈશ્વરભાઈ સાવરિયા દ્વારા શાળાનાં તમામ શિક્ષક મિત્રોને અભિનંદન આપવામાં આપ્યા હતા.