પ્રાથમિક તપાસમાં મોડીરાત્રે આંટાફેરા કરતો હોય ગ્રામજનો પાછળ પડતા મૃત્યુ નિપજ્યાનું સામે આવ્યુંમોરબી : મોરબીના ભરતનગર ગામે ગતરાત્રીના સમયે અંદાજે 33 વર્ષની ઉંમરના પુરુષને ઇજા પહોંચ્યા બાદ સારવાર માટે પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા અજાણ્યા પુરુષનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવતા મોરબી તાલુકા પોલીસ રાજકોટ દોડી ગઈ છે.ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામે અંદાજે 33 વર્ષની ઉમરનો અજાણ્યો પુરુષ આંટાફેરા કરતો હોય રાત્રીના સમયે ગ્રામજનો જાગી જતા પીછો કરતા આ યુવાનનું ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતી. આ ઇજાગ્રસ્ત અજાણ્યા પુરુષને પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા મૃત્યુ નિપજ્યાનું સામે આવતા મોરબી તાલુકા પોલીસ રાજકોટ દોડી ગઈ છે. પ્રાથમિક તપાસમાં યુવાન ભાગવા જતા મૃત્યુ નિપજ્યાનું સૂત્રો જણાવી રહી છે અને ગ્રામજનોએ માર માર્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. હાલ મોરબી પોલીસે તપાસ શરૂ કરી છે.