મોરબી : મોરબી તાલુકાના બેલા ગામ નજીક અંદાજે 25થી 30 વર્ષના યુવાને ગઈકાલે બપોરના સમયે કોઈ અજાણી રીક્ષામાંથી રોડ ઉપર કૂદકો મારી દેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ વિચિત્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસોની શોધખોળ શરૂ કરી બનાવનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.