વાંકાનેર : વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે પર ગારીડા ગામના પાટિયા પાસે આવેલ તીરથ હોટલ સામે ખોડિયાર માતાજીની ભેખડ નજીક અંદાજે 40થી 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષે લીમડાના ઝાડ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.