માળીયા : માળીયા મિયાણાથી વધારવા તરફ જતા રેલવે ટ્રેક ઉપર ફાટક નંબર 97 પાસે અંદાજે 35થી 40 વર્ષના અજાણ્યો પુરુષ ભુજ - બરેલી એક્સપ્રેસ ટ્રેનની હડફેટે ચડી કપાઈ જતા આ અજાણ્યા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે માળીયા મિયાણા સ્ટેશન માસ્તરે માળીયા મિયાણા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃતકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.