સંબંધી મહિલા સાથે આવેલ મહિલાએ ખજવાળ આવવાનું બહાનું કરી ઘરમાં ઘુસી ચોરી કરીવાંકાનેર : વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે ચોરીની વિચિત્ર ઘટનામાં સંબંધી મહિલા સાથે બીમાર સાસુની તબિયત પૂછવા આવેલ એક અજાણી મહિલાએ પીઠમાં ખજવાળ આવતી હોવાનું બહાનું કરી કપડા બદલવા રૂમમાં જઈ કબાટમાં રાખેલ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના બોકડથંભા ગામે રહેતા શોભનાબેન ભરતભાઇ સરાવાડિયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.16 જુલાઈના રોજ તેમના બિમાર સાસુની તબિયત જોવા માટે તેમના સંબંધી મનીષાબેન નામના મહિલા આવ્યા હતા.તેમની સાથે અન્ય એક અજાણી મહિલા પણ આવી હતી.બાદમાં આ અજાણી મહિલાએ પીઠમાં ખજવાળ આવે છે તેમ કહી શોભનાબેનના ઘરના રૂમમાં કપડાં બદલાવવાના બહાને અંદર જઈ 13 ગ્રામ સોનાની બુટી અને 300 ગ્રામ ચાંદીના સાકળા મળી કુલ રૂ.63 હજારની ચોરી કરી જતા બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.