ટંકારા : ટંકારામાં લજાઈ ચોકડી નજીક ટ્રક હડફેટે આવી જતા અજાણ્યા આધેડને ગંભીર ઇજા પહોંચી હતી. હાલમાં તેઓ રાજકોટમાં સારવાર લઈ રહ્યા છે. આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ ટંકારામાં લજાઈ ચોકડી પાસે ચાલીને રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા આધેડ ટ્રક હડફેટે આવી ગયા હતા. આથી, તેઓને માથા અને ગળામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે જાણ થતાં 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા-ટંકારાના ઈએમટી વલ્લભભાઈ લાઠીયા અને પાઇલોટ કેતનસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને ઈજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તની ઓળખ થયેલ ન હોવાનું જાણવા મળ્યું છે.