વાંકાનેર : વાંકાનેર નજીક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને પુરુષના વાલી વારસની શોધખોળ આદરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર બાઉન્ડરી પાસે આજે બપોરના અરસામાં 55 થી 60 વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની નોંધ કરી તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસના ધર્મેન્દ્રસિંહે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં પુરુષનું કોઈ બીમારી સબબ કુદરતી રીતે મોત નીપજ્યું છે. હાલ મૃતકના વાલી વારસની શોધખોળ ચલાવવામાં આવી છે.