રોડની વચ્ચોવચ ગાબડું પડ્યું હોવાથી સ્થાનિકોએ પથ્થરો નાખીને બુર્યું, મહાપાલિકા દ્વારા રીપેર કરવામાં નહિ આવે તો ફરી સમસ્યા સર્જાશેમોરબી : મોરબીમાં જુના ખાખરાળા રોડ ઉપર ભૂગર્ભ ગટરની લાઈન તૂટતા ગાબડું પડ્યું છે. જો કે હાલ તો સ્થાનિકોએ આ ગાબડામાં પથ્થરો નાખી કામચલાઉ રીતે તેને ઠીક કરી દીધુ છે. સાથે વહેલી તકે મહાપાલિકા અહીં સમારકામ કરાવે તેવી માંગ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નેકસસ સિનેમાની બાજુમાંથી નીકળતો જુના ખાખરાળા રોડ જે સુધી સેન્ટ મેરી સ્કૂલને જોડે છે. આ રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરની લાઈન તૂટી ગઈ હોવાથી ગાબડું પડ્યું છે. જેના લીધે અહીંથી કાર પસાર થઈ શકતી નથી.મોરબી મહાપાલિકાને આ મામલે અનેકવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોએ જાતે ઇટ અને પથ્થરો નાખી આ ગાબડું બુર્યું છે. જો મહાપાલિકા વહેલી તકે અહીં સમરકામ નહિ કરાવે તો રોડને પણ વધુ નુકસાન થઈ શકે તેમ છે.