અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર સહીત 12થી વધુ મુસાફરોને હળવદ : માળીયા હાઇવે ઉપર એસટી બસ ધડાકાભેર પાણીના ટેન્કર પાછળ ઘુસી ગઈ હતી. આ ગંભીર અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવર સહીત 12થી વધુ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે. અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા હાઇવે ઉપર ખાખરેચી ગામના પાટિયા પાસે આજે પુરપાટ ઝડપે આવતી એસટી બસ ઓચિંતા જ પાણીના ટેન્કર પાછળ ધડાકાભેર ઘુસી જતા એસટી બસના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં એસટી બસના ડ્રાઇવરને હાથ-પગ ભાંગી ગયા અને એક મુસાફરનો પગ ભાંગી ગયો અને અન્ય 12 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી હતી. 108 પહોંચી ન હોવાથી તાબડતોબ સારવાર માટે ટોલનાકાની બસમાં મારફત ડ્રાઇવરને મારબી અને બાકીનાને જેતપર અને માળીયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. માળીયા હાઇવે ઉપર રોડની વચ્ચેના ડિવાઈડરમાં વાવેલા વૃક્ષોને ટેન્કર મારફતે પાણી પીવડાવવાની કામગીરી દરમિયાન આ અકસ્માતનો બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે.