પોલીસે તુરંત જ હરકતમાં આવી નો એન્ટ્રીમાં ઘુસેલા ડમ્પર સામે દંડનીય કાર્યવાહી કરી, પણ નો એન્ટ્રીમાં વારંવાર ઘુસી જતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી જરૂરી મોરબી : મોરબીમાં ગઈકાલે નો એન્ટ્રીમાં ભરચકક વિસ્તારમાં એક ઓવરલોડ ડમ્પર ઘુસી ગયું હતું અને ગટરની કુંડી પણ તોડી નાખી હતી. જો કે પોલીસે તુરંત જ હરકતમાં આવી નો એન્ટ્રીમાં ઘુસેલા ડમ્પર સામે દંડનીય કાર્યવાહી કરી હતી. પણ નો એન્ટ્રીમાં વારંવાર ઘુસી જતા ભારે વાહનો સામે કડક કાર્યવાહી જરૂરી છે. મોરબી શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોની એન્ટ્રી પર પાંબધી હોવા છતાં કેટલાક વાહનો મનમાની ચાલવી નિયમોનો સરાજાહેર ઉલાળીયો કરી રહ્યા છે. ગઈકાલે આવી જ એક ઘટનામાં શહેરમાં ચાલતા બાંધકામ માટેનું એક ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ગઈકાલે બપોરના સમયે નો એન્ટ્રીમાં ઘુસી ગયું હતું. એટલું જ નહીં આ નો એન્ટ્રીમાં ઘુસેલા ડમ્પરનું ટાયર શનાળા રોડ ઉપર વોડાફોન સ્ટોર પાસેની કુંડીમાં ફસાઈ ગયું હતું અને બહાર નીકળવાની કોશિશમાં આ કુંડી તોડી નાખી હતી. આ બાબત ધ્યાને આવતા ફરજ પરની ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલક સામે દંડનીય કાર્યવાહી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં આડેધડ બાંધકામ થઈ રહ્યા છે. શહેરના ઘણા વિસ્તારમાં સાંકડી શેરી હોય તેમાં ચાલતા બાંધકામ કરનારા શેરીમાં રો મટીરીયલ ખડકીને આખી શેરીઓમાં કબ્જો જમાવે છે.તેથી લોકોને શેરીમાંથી નીકળવું મુશ્કેલ બને છે. ત્યારે આ બાંધકામનું ગઈકાલે ઓવરલોડ ડમ્પર નો એન્ટ્રીમાં ઘુસી ગયું હોય અને આવી વારંવાર ગંભીર સ્થિતિ સર્જાતી હોવાથી આ મામલે સંબધિત તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..