એક સમયે કુટુંબે આવક માટે સંગીતના સાધનો ભાડે આપવા પડ્યા તેવી સ્થિતિ, આજે રહેમાનનું પોતાના સંગીતના લીધે બોલીવુડમાં અનેરું સ્થાન મોરબી : આજે તા. 6 જાન્યુઆરીના રોજ ઓસ્કાર એવોર્ડ વિજેતા મ્યુઝિશિયન અલ્લાહ રખા રહેમાન (એ. આર. રહેમાન)નો જન્મદિવસ છે. એ. આર. રહેમાન એક ભારતીય ફિલ્મ કંપોઝર, રેકોર્ડ નિર્માતા, સંગીતકાર અને ગાયક છે. 1190ના દાયકાની શરૂઆતમાં તેમની ફિલ્મી કારકીર્દિની શરૂઆત થઇ હતી. તેમણે તેર ફિલ્મફેર પુરસ્કાર, ચાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, એક બાફ્ટા પુરસ્કાર, એક ગોલ્ડન ગ્લોબ, બે ગ્રેમી પુરસ્કારો અને બે એકેડેમી પુરસ્કારો સહિતના અનેક એવોર્ડ જીત્યા છે. 24 વર્ષની ઉંમરે એ.આર.રહેમાને મણિ રત્નમની ફિલ્મ ‘રોઝા’માં સંગીત આપ્યું, પોતાની પહેલી ફિલ્મ માટે એ.આર.રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. પ્રતિભાશાળી સંગીતકાર એ આર રહેમાન માટે સંગીતકાર એ આર રહેમાન માટે એવોર્ડ કોઈ નવી નવાઈની વાત નથી. ''ધ બેસ્ટ ઓરિજિનલ સ્કોરિંગ''ની ૬૫મી આવૃત્તિમાં બે ઓસ્કાર એવોર્ડ વિજેતા રહેમાનને બે નેશનલ એવોર્ડ એનાયત કરાયા. આમાનો એક શ્રી દેવીની મોમમાં 'બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર'' માટે હતો. બીજો એવોર્ડ તામિલ ફિલ્મ માટે હતો. શિક્ષણ કે સંગીત? બંને વિકલ્પમાંથી રહેમાને સંગીત પસંદ કર્યું ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય સિનેમામાં કામ કરી રહેલા એ. આર. રહેમાન ભારતના તમિલનાડુ રાજ્યના ચેન્નઈ ખાતે સંગીતના પ્રભાવ હેઠળના મુદલિયાર તમિલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા આર. કે. શેખર ચેન્નઈ સ્થિત કંપોઝર અને મલયાલમ ફિલ્મોના વૃંદવાદનના સંચાલક હતા. રહેમાને ખુબ જ નાની વયે તેમના પિતાને ગુમાવી દીધા હતા અને તેમના કુટુંબે આવક મેળવવા માટે સંગીતના સાધનો ભાડે આપ્યા હતા. તેમની માતા કરીમા (કસ્તુરી)એ તેમને ઉછેર્યા હતા. જ્યારે રહેમાન સ્કૂલમાં હતા ત્યારે પણ તેઓ એક મ્યુઝિક બેન્ડના સભ્ય હતા. પિતાના નિધન બાદ રહેમાનને શિક્ષણ અથવા સંગીતમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાને કારણે રહેમાને તેમના માતા સાથે વાત કર્યા બાદ મ્યુઝિકને પસંદ કર્યું. રહેમાન હિન્દૂમાંથી મુસ્લિમ કેમ બન્યા? એ. આર. રહેમાનનું નામ પહેલા એ.એસ.દિલીપ હતું, તેમના પિતાને દિલીપ કુમાર પસંદ હતા એટલે દિલીપ નામ રાખ્યું હતું તેવું જાણવા મળ્યું છે. એવું કહેવાય છે કે એક દિવસ રહેમાનની બહેન ખૂબ જ બીમાર પડી અને તે સમય દરમિયાન તેમની મુલાકાત સૂફી સંત કરીમુલ્લાહ શાહ કાદરી સાથે થઈ. તેમણે ઈસ્લામ ઘર્મના આદર્શો અને મૂલ્યોમાં વિશ્વાસ રાખ્યો, રહેમાનની બહેન ઠીક થઈ ગઈ. એ. આર. રહેમાને 23 વર્ષની ઉંમરમાં ઈસ્લામ ધર્મ કબૂલ્યો. 'નોટ્સ ઓફ એ ડ્રીમઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ.આર. રહેમાન' પુસ્તક પ્રકાશિત થયું છે સંગીતના ચાહકોમાં એવી કઈ વ્યક્તિ હશે જે સંગીતની દુનિયાના જાદુગર એ.આર. રહેમાનને જાણતો ન હોય. તેમના બાળપણથી માંડીને ફિલ્મોમાં બ્રેક મળવા અંગેના તમામ કિસ્સાઓ અત્યાર સુધી પ્રકાશિત થઈ ચૂક્યા છે. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે કોઈ મહાન વ્યક્તિના જીવન અંગે જેટલું પણ જાણો તેટલું ઓછું જ લાગે છે. એટલા માટે જ ઓસ્કાર એવોર્ડ વિજેતા એ.આર. રહેમાનનાં પ્રશંસકો માટે તેમની લાઈફની બીટ્સ દર્શાવતું પુસ્તક લોન્ચ થયું છે. પોતાની બાયોગ્રાફી 'નોટ્સ ઓફ એ ડ્રીમઃ ધ ઓથોરાઈઝ્ડ બાયોગ્રાફી ઓફ એ.આર. રહેમાન'ના લોન્ચિંગ પ્રસંગે એ.આર. રહેમાને અનેક વાતો શેર કરી હતી. આ પુસ્તક અંગે રહેમાને જણાવ્યું કે, આ પુસ્તક તેમના માટે એક યાત્રા જેવું છે.