નવા પ્રમુખની વરણી સહિતના મુદ્દે થશે ચર્ચા મોરબી: આગામી તારીખ 28 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબી રાજપૂત સમાજની સાધારણ સભા યોજનાર છે. જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા થશે. મોરબી રાજપૂત સમાજના પ્રમુખના જણાવ્યા પ્રમાણે આગામી તારીખ 28 ઓગસ્ટ ને રવિવારના રોજ મોરબીના લખધીરવાસ ખાતેના મયુર સ્મૃતિ ભવનમાં સાંજે 4 કલાકે મોરબી રાજપૂત સમાજની સાધારણ સભા મળશે. આ સાધારણ સભાનો એજન્ડા, આજ દિન સુધીના હિસાબો રજૂ કરવા અને બહાલી આપવી, નવા પ્રમુખની વરણી કરવી, સમાજ ભવન નિર્માણ બાબત તથા નવા ટ્રસ્ટીઓ બાબતે ચર્ચા કરવાનો રહેશે. તો મોરબીના તમામ રાજપૂત સમાજના ભાઈઓને આ સાધારણ સભામાં સમયસર હાજરી આપવા જણાવાયું છે.