ટીસીમાં ફટાકડાની જેમ કડાકા ભડાકા થતા હોવા છતાં અણીના સમયે વીજ તંત્રએ ફોન જ ન ઉપાડ્યો શાળાના સંચાલકોએ સામાન્ય આગને તત્કાળ બુઝાવી નાખતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે આવેલ ઓમ શાંતિ સ્કૂલની બાજુમાં આવેલ ટીસીમાં આજે અચાનક જાણે દિવાળી હોય એમ ખાસ્સો સમય સુધી લગાતાર કડાકા અને ભડાકા થતા ભારે ગભરાહટ ફેલાયો હતો. જો કે ટીસીમાં ટીસીમાં ફટાકડાની લુમની જેમ કડાકા ભડાકા થતા અને નીચે અસંખ્ય બાઇકો પાર્ક થયા હોવાથી તીખારાથી મોટી દુર્ઘટના થવાની ભીતિ હોવા છતાં અણીના સમયે વીજ તંત્રએ ફોન જ ન ઉપડતા ભારે રોષ વ્યાપી ગયો હતો. જો કે તીખારાથી ટીસીમાં લાગેલી સામાન્ય આગને શાળાના સંચાલકોએ તત્કાળ બુઝાવી નાખતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. ઓમ શાંતિ સ્કૂલ પાસે પાર્કિગમાં આવેલ ટીસીમાં આજે કોઈ કારણોસર અચાનક જ ધડાધડ કડાકા ભડાકા થવા લાગતા આજુબાજુના લોકો અને સ્કૂલના બાળકોમાં ભય ફેલાયો હતો. આ ટીસીમાં ખાસ્સો સમય સુધી સતત કડાકા અને ભડાકા થતા હતા. જાણે કોઈ એકસાથે ફટાકડાના જથ્થાને આગ લગાડી હોય એમ આ ટીસીમાંથી આગના તીખારા અનેક ભડાકા થયા હતા. નીચે પાર્કિગ હોય અસંખ્ય બાઇકો પાર્કિગ થયેલા હોય આ બાઈકોનક સહેજ ઉપર આવેલ ટીસીમાં સતત ધડાકા સાથે તીખારા ઝરતા હોવાથી બાઇકોમાં આગ લાગવાની ભીતિ સર્જાઈ હતી. જો કે સતત ભડાકાને કારણે તીખારાથી ટીસીની નીચે સામાન્ય આગ લાગી હતી. પણ રહી રહીને ટીસીમાંથી ભડાકા થતા હોવાથી નજીક જવું જોખમી હોવાથી તાકીદે વીજતંત્રને સ્થાનિકોએ ફોન કર્યો હતો. સ્થાનિકોએ વિજતંત્રને લગાતાર અડધી કલાક સુધી ફોન કર્યો પણ વીજ કચેરીમાં કોઈ જવાબદારે ફોન રિસીવ કર્યો જ ન હતો. આ બાજુ ટીસી ખાસ્સો સમય સુધી વારંવાર ભડાકા થતા હોવાથી ગમેં ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ એમ હોય સ્થાનિકોને રાજકોટ વિજતંત્રમાં ફરિયાદ કરવી પડી હતી. જો કે વીજ તંત્ર સતત હેલ્પ કરવાની ગુલબાંગો હાકતું હોય આજે અણીના સમયે જ એટલે દશેરાના ટંકાણે વીજ તંત્રનું ઘોડું ન દોડતા સ્થનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. જો કે ટીસીમાં તીખારાથી લાગેલી સામાન્ય આગ વિકરાળ બને એ પહેલાં જ શાળાના સંચાલકોએ બુઝાવી નાખી હતી.