મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે દોશી ટાવર નજીક ભુગર્ભ ગટરનું ઢાંકણું ન હોય, આ ખુલ્લી ગટર અહીંથી પસાર થતા લોકો માટે ભયજનક બની છે. કોઈ અકસ્માત થાય તે પૂર્વે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.