મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા મોરબીના તમામ વિધાર્થીઓએ માટે ઓપન માઇક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા ABVPના આયામ રાષ્ટ્રીય કલા મંચ અંતર્ગત ઓપન માઇક કાર્યક્રમ તા.15ને રવિવારના રોજ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી i91 Resort, પાપાજી ફનવર્લ્ડની બાજુમાં કંડલા બાયપાસ રોડ, મોરબી ખાતે રાખેલ છે.આ કાર્યક્રમ મોરબીના તમામ વિધાર્થીઓએ માટે છે. જે પણ કોઈ ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ મો.94096 70549,99255 65508 પર સંપર્ક કરી શકે છે.આ કાર્યક્રમમાં મનગમતી કોઈ પણ કૃતિ રજૂ કરી શકાશે.ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવશે.