મોરબી : મોરબીની એલઇ કોલેજ દ્વારા ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેઘાણી રચિત ગીતોની ઓનલાઇન કાવ્યગાન અને ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં આચાર્ય ડો. સૌરભ પંડ્યા, વિભાગના વડા અને અન્ય સ્ટાફની ઉપસ્થિતિ રહી હતી. આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે યુવા અને સાંસ્કૃતિક વિભાગના અધિકારી હિરલબેન વ્યાસ, રમત ગમત વિભાગના અધિકારી પ્રવિણાબેન પાંડાવદરા, લોક સાહિત્યકાર અશ્વિનભાઈ બરાસરા અને કોલેજના પ્રતિનિધિ ડો. આશિષ શુકલા હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં 8 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રથમ સ્થાને જયેશ ધાનાણી, દ્વિતીય સ્થાને દિવ્યેશ રાવલીયા અને તૃતીય સ્થાને મિતલભાઈ ગોહેલ આવ્યા હતા. આ વિદ્યાર્થીઓને હવે યુનિવર્સીટી કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં એલઇ કોલેજના પ્રતિનિધિત્વ માટે મોકલવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..