પોલીસે એક આરોપીની ધરપકડ કરી, એક ફરારમોરબી : મોરબીના લીલાપરમાં મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી વધુ એક ચાલુ ભઠ્ઠી ઝડપી લઇ ઠંડો, ગરમ આથો અને દેશી દારૂ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. જો કે અન્ય એક શખ્સ હાથ ન લાગતા ફરાર દર્શાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસે લીલાપર ગામની સીમમાં મચ્છુ નદીના કાંઠે દરોડો પાડી આરોપી સતીશ બટુક જોગડીયા રહે.નવાગામ નામના શખ્સને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ 20 લીટર ગરમ આથો, 750 લીટર ઠંડો આથો, 50 લીટર દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 27,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આરોપીની પૂછતાછમા દેશી દારૂના આ ધંધામાં આરોપી કિરણ ઉર્ફે બેબલો નાગજી દેગામા રહે.લીલાપર વાળાની સંડોવણી સામે આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.