માળીયા મિયાણા અને નવાગામમા 300 લીટર આથો પકડાયોમોરબી : મોરબી શહેર અને જિલ્લામાં પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર ધોસ બોલાવી દોઢ ડઝન કિસ્સામાં 200 લીટરથી વધુ દેશી દારૂ, 900 લીટર ઠંડો આથો, 50 લીટર ગરમ આથો ઝડપી લઈ વાંકાનેરના વિરપરના દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઉપર દરોડો પાડી આરોપીઓની ધરપકડ કરી હતી.દેશી દારૂ સામેની ઝુંબેશમાં વાંકાનેર તાલુકા પોલીસે વિરપર ગામની સીમમાં એડોરેશન સિરામિક ફેક્ટરીની બાજુમાં દરોડો પાડી આરોપી વિપુલ રાઘવભાઈ ડાભી રહે.માટેલ વાળાની ચાલુ દારૂની ભઠ્ઠી ઝડપી લઈ 50 લીટર ગરમ આથો, 600 લીટર ઠંડો આથો, 50 લીટર દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 27,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ ઉપરાંત માળીયા મિયાણા પોલીસે માળીયા મિયાણા અને નવાગામમા બે અલગ અલગ દરોડામાં 300 લીટર ઠંડો આથો પકડી પાડી વાંકાનેર, મોરબી તાલુકા, હળવદ અને ટંકારા પોલીસે દોઢ ડઝન જેટલા દરોડાઓમાં 165 લિટરથી વધુ દેશી દારૂનો જથ્થો ઝડપી લઈ દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.