મોરબી : માળીયા ફાટક નજીક હોટલે ચા પાણી પીવા ગયેલ વૃદ્ધને અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને અમદાવાદ સારવારમાં દાખલ કરાતા મોત નીપજતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 18 જુલાઈના રોજ આલાભાઇ ગગાભાઇ ચાવડા (ઉ.વ.૮૦) પોતાના ઘેરથી માળીયા ફાટક પાસે સમર્પણ હોસ્પિટલ નજીક ચા પીવા ગયા હતા અને પરત ઘરે આવતી વેળાએ કોઈ અજાણ્યા વાહને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદ સારવારમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું છે. વધુમાં આ મામલે મૃતકના પૌત્ર કેતનભાઈ કાંતીભાઈ ચાવડાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ (બી) મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..