માળીયા : માળીયા તાલુકાના જસાપર ગામે ઘર પાસે ટ્રેકટર પાર્ક કરવા જેવી નજીવી બાબતે વૃધ્ધ સાથે ઝઘડો કરી બે શખ્સોએ સોરીયાના ઘા ફટકારી જાનથી પતાવી દેવા ધમકી આપતા ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના જસાપર ગામે રહેતા સુરેશભાઇ હરીભાઇ ડાંગર, ઉ.60 ઘર પાસે ટ્રેકટર પાર્ક કર્યું હોય આરોપી મનવીરભાઇ સવાભાઇ કાનગડ સાથે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનો ખાર રાખી બાદમાં આરોપી મનવીરભાઇ સવાભાઇ કાનગડ અને સવાભાઈ ભૂરાભાઈ કાનગડ રહે. જશાપર વાળાઓએ સુરેશભાઈ સાથે ઝઘડો કરી માથાના ભાગે સોરીયાનો ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી પતાવી દેવા ધમકી આપતા આ મામલે માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વધુમાં ઘટના અંગે માળીયા પોલીસે સુરેશભાઈની ફરિયાદને આધારે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.