મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી નજીક આરજે - 06 - GC - 0972 નંબરના ટ્રક ચાલકે મોપેડ ઉપર જઈ રહેલા લખમણભાઈ ગણેશિયા ઉ.75નામના વૃદ્ધને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જી ઇજા પહોંચાડતા લખમણભાઈનું મૃત્યુ નિપજતા તેમના પુત્ર ઘનશ્યામભાઈએ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.