મોરબી : મોરબી તાલુકાના બગથળા ગામમાં વૃદ્ધાનું ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું છે. બગથળા ગામમાં રહેતા 65 વર્ષીય સમુબેન રવજીભાઇ ઉધરેજાએ ગત તા. 21ના રોજ કોઇ કારણોસર ઝેરી દવા પી ગયા હતા. આથી, તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગઈકાલે તા. 22ના રોજ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.