મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં આવેલ ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા વૃદ્ધ પોતાના ઘેર સાયકલ લઈને જતા હતા તે વેળાએ સાયકલ આડે કૂતરું ઉતરતા ગંભીર ઇજાઓ પહોંચતા અમદાવાદ ખાતે ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર જુના ગામમા જવાના રસ્તા ઉપર રામવાડી નજીક રસ્તે સાયકલ લઈને જઈ રહેલા કાન્તીભાઇ દેવજીભાઇ ગરાળા ઉ.62 જતા હતા ત્યારે કૂતરું આડું ઉતરતા પડી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતું. ઇજાગ્રસ્ત વૃદ્ધને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.