મોરબી : મોરબીમાં એક વૃદ્ધા પ્રાઇમસની ઝાળથી દાઝી જતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે. મોરબી શહેરના રોહીદાસપરામાં રહેતા દિવુબેન મોહનભાઇ શુક્લ ગત તા. 28 ઓગસ્ટના રોજ પોતાના ઘરે ચા બનાવતા હતા. ત્યારે પ્રાઇમસની ઝાળ કપડાને અડી જતા શરીરે દાજી ગયા હતા. તેમને પ્રથમ સારવાર મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ડોક્ટરે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરતા ત્યાં બર્ન્સ વોર્ડમાં સારવારમાં દાખલ કરેલ હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન તા. 31 ઓગસ્ટના રોજ મૃત્યુ થયું હતું. ગઈકાલે તા. 24 સપ્ટેમ્બરના રોજ પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate