પથ્થરના છુટા ઘા કરવામાં આવતા એકની આંખ ફૂટી વાંકાનેર : વાંકાનેરના ભોજપરામાં આવેલ વાદી વસાહતમાં બે પરિવારો વચ્ચે ચાલતા જુના ઝઘડામાં બુધવારે બોલાચાલી થયા બાદ ધાણી ફૂટ પથ્થરમારો થતા એક વ્યક્તિની આંખનો ડોળો બહાર આવી જતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભોજપરા વાદી વસાહતમાં રહેતા જાલમનાથ બાકનાથ બાંભણીયાએ આરોપી રોબળનાથ સુરમનાથ પરમાર, રૂમાલનાથ સુરમાનાથ પરમાર, બહાદુરનાથ સુરમનાથ પરમાર અને જોગનાથ કાળુનાથ પરમાર રહે. બધાય વાદી વસાહત ભોજપરા ગામ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1ના રોજ આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખી પથ્થરમારો કરતા આ હુમલામાં ફરિયાદી જાલમનાથ બાકનાથ બાંભણીયાની આંખમાં પથ્થર લગતા ડોળો બહાર આવી ગયો હતો. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.