બઢતી મળવા બદલ ભાવેશકુમાર પટેલ ઉપર ઠેર-ઠેરથી અભિનંદનવર્ષામોરબી: મોરબી તાલુકાના બગથળા ગામના વતની અને બોપલિયા પરિવારના ગૌરવ એવા ભાવેશકુમાર પટેલને ભારતીય વહીવટી સેવા (IAS)માં બઢતી મળતાં સમગ્ર ગામ અને મોરબી પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે.કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના તાલીમ વિભાગ (DoPT) દ્વારા 25 જૂન, 2026ના રોજ એક ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. આ નોટિફિકેશન અનુસાર ગુજરાત રાજ્યની વહીવટી સેવાના (State Civil Service) કુલ 18 અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (IAS) કેડરમાં પ્રમોશન આપવામાં આવ્યું છે.IASમાં પ્રમોશન મેળવનાર ભાવેશકુમાર પટેલે પોતાની કારકિર્દીની શરૂઆત સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો (IB)માં ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે કરી હતી. ત્યારબાદ તેમણે ભચાઉ, મેંદરડા અને ગાંધીનગર ખાતે મામલતદાર સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર સફળતાપૂર્વક ફરજ બજાવી શ્રેષ્ઠ વહીવટી કુશળતાનો પરિચય આપ્યો છે.હાલમાં તેઓ વડોદરા ખાતે એડિશનલ કલેક્ટર (સિંચાઈ) તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમની નિષ્ઠા, કાર્યકુશળતા અને જાહેરસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાના પરિણામે તેમને IASમાં બઢતી પ્રાપ્ત થઈ છે, જેને પગલે બગથળા ગામની સિદ્ધિઓના મોરપીંછમા વધુ એક પંખ ઉમેરાયું છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તેમને અનેક લોકો તરફથી અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.#Morbi #Bagthala #IAS #Promotion #BhaveshkumarPatel #MorbiUpdate #News #Gujarat #CivilServices