અમદાવાદથી લોકોને એમ્બ્યુલન્સમાં વાંકાનેર લઈ આવતાં પોલીસના ચેકિંગમાં પકડાઈ જતા અંતે પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધ્યો વાંકાનેર : વાંકાનેરમાં આજે પોલીસ લોકડાઉન માટે સઘન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં ડ્રાઇવર સહિત સાત લોકો મળી આવ્યા હતા. પોલીસની તપાસમાં એમ્બ્યુલન્સમાં રહેલા એક સ્થાનિક શખ્સના ચાર પરિવારજનો સહિત છ લોકો હોવાનું માલુમ પડ્યું હતું. જેમાં આ ચાર લોકો અમદાવાદના હતા. જોકે કોરોના કહેર વચ્ચે લોકડાઉનને કારણે તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટશન બંધ હોવા છતાં એમ્બ્યુલન્સની આડમાં અમદાવાદથી જોખમી રીતે મુસાફરોની હેરફેર કરી હોવાનું ખુલતાં હાલ વાંકાનેર પોલીસે ડ્રાઇવર સહિત છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાંકાનેર પોલીસે કોરોનો વાયરસને લઈને લોકડાઉન ચાલતું હોય તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટશન બંધ હોવા છતાં મુસાફરીની અમદાવાદથી વાંકાનેર ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં કોરોના ગ્રસ્ત અમદાવાદથી ચાર લોકોને ગેરકાયદે વાંકાનેરમાં લઇ આવવા મામલે વાંકાનેરના રાજાવડલા ગામના હુશૈનભાઈ જલાલભાઈ વડાવીયા તથા અમદાવાદમાં રહેતા તેમના પુત્ર સહિતના પરિવારજનો સમીરભાઈ હુશૈનભાઈ વડાવીયા, ઇસતીયાકભાઈ હુશૈનભાઈ વડાવીયા, એશિયાનાબેન ઇસતીયાકભાઈ વડાવીયા તથા ટ્રસ્ટની એમ્બ્યુલન્સનો ડ્રાઇવર તથા નર્સીગ સ્ટાફના ક્યુમખાન હમીદખાન આકુમજાદા, અયાજભાઈ મહેબૂબભાઈ કડીવાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રાજાવડલા ગામના હુશૈનભાઈ જલાલભાઈ વડાવીયા કોરોના વાયરસની મહામારી હોવા છતાં ટ્રસ્ટની એમ્બ્યુલન્સનો મુસાફરી માટે ઉપયોગમાં લઇ આ ગુનામાં ડ્રાઇવર અને સ્ટાફના માણસે પણ મદદગારી કરીને અમદાવાદમાં રહેતા હુશૈનભાઈ પુત્રો સહિતના ચાર પરિવારજનોને તેડવા ગયા હતા અને આ એમ્બ્યુલન્સમાં પરત ફરતી વખતે વાંકાનેર બાઉન્ડરી ખાતે પોલીસના ચેકિંગમાં જોખમી મુસાફરીનો આખો મામલો બહાર આવ્યો હતો.જોકે સાવચેતી માટે આ તમામ લોકીને આઇસોલશેનમાં દાખલ કરીને સેમ્પલ લઈને રિપોર્ટ માટે મોકલાયા છે. બાદમાં આ છ લોકો સામે પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.