મોરબી : મોરબીમાં છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ રીતે ચાલતા અધ્યયન મંડળ દ્વારા આગામી ફાગણ વદ ૦૯, તારીખ ૧૨/૦૩/૨૦૨૬ ને ગુરુવારના રોજ રાત્રે ૯ કલાકે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળા શનાળા રોડ પર આઈ.એમ.એ. હોલની સામે આવેલ નિલકંઠ વિદ્યાલય (રવાપર રોડ કેન્દ્ર) ખાતે યોજાશે.આ કાર્યશાળામાં મોરબીના મનોચિકિત્સક અને નગર સંપર્ક પ્રમુખ ડો. અમિતભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહીને 'ભારતીય મંદિરો : આપણા બાળકો અને મોબાઈલ' જેવા પ્રસ્તુત વિષય પર વ્યાખ્યાન આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંડળમાં રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને નિયમિતપણે ચર્ચા કરવામાં આવે છે.રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકોનું ખૂબ મોટું યોગદાન રહેલું હોય છે. ત્યારે મોરબીના આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન (કાર્યશાળા) માં બહોળી સંખ્યામાં જોડાવા માટે અધ્યયન મંડળ મોરબીના સંયોજક ડો. જયેશ પનારા તેમજ સહસંયોજક વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણા અને ભાવેશભાઈ હડિયલ દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #AdhyayanMandal #IntellectualSession