સેનીટાઇઝ તથા માસ્ક વિતરણ કરીને ગરીબ બાળકોને ભાવતા ભોજનીયા કરાવ્યા મોરબી : મોરબીમાં જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર આપવાના આનંદ હેઠળ પ્રેરણાત્મક રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપટપટ્ટી વિસ્તારમાં સેનીટાઇઝ તથા માસ્ક વિતરણ કરીને ગરીબ બાળકોને ભાવતા ભોજનીયા કરાવ્યા હતા. યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે, જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો. આથી યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીના પુત્ર મયંકના જન્મદિવસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર જન્મદિવસની અનોખી ઉજવણીના ભાગરૂપે આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ મોરબી શહેર વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી તથા પછાત વિસ્તારનાં બાળકોમાં સામાજિક સમરસતા કેળવાય તેવા હેતુથી તેમજ વર્તમાન સ્થિતિની ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી સેનીટાઇઝ તથા માસ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત ગરીબ બાળકોને ભાવતા પીઝા અને દાબેલી સહિતનું ભાવતા ભોજન કરાવીને તથા જન્મદિવસે ગાય માતાની સેવા કરી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા મેળવી હતી. જન્મદિવસની ઉજવણી કરી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળ દેવતાઓ ને રાજી કરી મારા પુત્ર મયંક માટે આશીર્વાદ મેળવી ધન્યતા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારા જેવો જ આનંદ બીજા લોકો પણ પોતાના પ્રિયજનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે તેવો સંદેશ આપ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..