મોરબી: મોરબીના નૌતમ ભાઈ દુદકીયાએ પોતાના પુત્ર વિઆનના પ્રથમ જન્મદિવસની પ્રેરણાદાયી રીતે ઉજવણી કરી હતી. નૌતમભાઈ દુદકીયાએ પોતાના પુત્ર વિઆનના પ્રથમ જન્મદિવસની સવારે પરિવાર સાથે ગાયત્રી યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ વૃધ્ધાશ્રમમાં બપોરનું ભોજન કરાવ્યું હતું, બાલ વિકાસ કન્યા અનાથ આશ્રમમાં સાંજનું ભોજન કરાવ્યું હતું. તેમજ મોરબીમાં નિરાશ્રિત- અશક્ત લોકોને જમવાનું પહોંચાડતા એક દાદાના સેવાકાર્યમાં એક ટાઈમનો સહકાર આપી પોતાના પુત્રનો પ્રથમ જન્મદિવસની આધ્યાત્મિક અને સેવા કાર્ય કરી ઉજવણી કરી સમાજને હિન્દુ સંસ્કૃતિના સંસ્કાર વિશે ઉદાહરણ પુરું પાડ્યું છે.