લીલાપર પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સની ભેટ આપી જન્મદિવસ ઉજવ્યો મોરબી : મોરબી જિલ્લાના લીલાપર ગામના વકીલ સંજયભાઈ ચતુરભાઈ રાજપરાના પુત્રના જન્મદિવસ નિમિતે લીલાપર પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સની ભેટ આપી જન્મદિવસ ઉજવ્યો હતો.આ ઉપરાંત બાળકોને યોગ અને આરોગ્યની ટિપ્સ આપી હતી.શાળાના આચાર્યએ ભગવદ ગીતા આપી આભાર વ્યક્ત કર્યો હતો. મોરબી તાલુકાના મચ્છુ કાંઠે આવેલ લીલાપર ગામના રહીશ સંજયભાઈ ચતુરભાઈ રાજપરા કે જેમણે લીલાપર પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવેલ હતો અને હાલ તેઓ વકીલાતનો વ્યવસાય કરે છે અને રેવન્યુ વકિલ મંડળ-મોરબીના પ્રમુખ તરીકે સેવા આપે છે આ ઉપરાંત પતંજલિ યોગ સમિતિના જિલ્લા યુવા પ્રભારી તરીકે દાયિત્વ નિભાવે છે. તેઓએ આજ તા.૧લી જાન્યુઆરીએ પોતાના પુત્ર શિવના જન્મદિવસે લીલાપર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ભાર વગરના ભણતરમાં ઉપયોગી થાય તેવી પ્રજ્ઞા વર્ગ માટે ડીઝીટલ ટાઈલ્સની શાળાને ભેટ આપી હતી. જેથી બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે. આ તકે તેમણે બાળકોને યોગ અને આરોગ્યની ટિપ્સ આપી હતી અને શાળાની મુલાકાત દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે શાળાના તમામ શિક્ષકો નિર્વ્યસની છે.આ શાળામાં જો કોઈ પાન-માવા ખાઈને પ્રવેશે તો તેમને દંડ કરવામાં આવે છે.જે એક સરાહનીય બાબત છે.આ કાર્યક્રમ દરમ્યાન સંજયભાઈ(વકિલ) તેમના પત્ની દુર્ગાબેન,પુત્રી ચેલ્સી,શિવના દાદા ચતુરભાઈ તથા દાદી પ્રેમલતાબેન ઉપસ્થિત રહ્યા હતા.આ તકે લીલાપર શાળા પરિવાર વતી આચાર્ય નિલેશભાઈ પારજીયાએ ભગવદ ગીતા ગ્રંથની ભેટ આપેલ હતી અને શિવના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવેલ હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..