ઝૂંપડપટ્ટીના બાળકો કલર, પિચકારી, ખજૂર, મીઠાઈના બોક્સ આપી વિકાસ વિધાલયની તમામ બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીની ઉજવણીનું આયોજન કરાયુંમોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝૂંપડપટ્ટીના બાળકો કલર, પિચકારી, ખજૂર, મીઠાઈના બોક્સ આપવાની સાથે વિકાસ વિધાલયની તમામ બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે યંગ ઇન્ડિયા ગ્રુપની મહિલા વિંગ દ્વારા ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી.આ અંગે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે, રંગોત્સવ એટલે સામેના વ્યક્તિની અંદર રહેલા કામ ક્રોધ, લાલચ, ધન લાલસા જેવા કાયરતા પૂર્ણ દુર્ગુણો ઉપર અબીલ ગુલાલના સંદગુણો રૂપી કલરોથી રંગીને જુના બધાય ગુણ દુર્ગુણ ભૂલીને સ્નેહથી નવેસરથી જિંદગી જીવવી. આવા જ આદર્શ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપ આજે ધુળેટીની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી જગ્યાએ આવેલ ઝૂંપટપટ્ટીમાં રહેતા બાળકોને કલર, પિચકારી, ખજૂર, મીઠાઈના બોક્સ આપવામાં આવ્યા હતા.તેમજ વિકાસ વિધાલયની તમામ બાળાઓ અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ઉત્સાહભેર ધુળેટીની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડીજેનાં તાલે યંગ ઇન્ડિયા ગ્રુપનાં મહિલા વીંગનાં સભ્યોએ બાળાઓ અને વૃદ્ધો સાથે મનભરીને રંગોત્સવ ઉજવી તેમને પરિવારની હુફનો અહેસાસ કરાવ્યો હતો.