મોરબી : મોરબીના ભજનિક દક્ષા પરમાર દ્વારા આજે તેમના જન્મદિવસ નિમિત્તે શાલ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી છે. હાલમાં શિયાળાની મોસમમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે જરૂરિયાતમંદોને ઠંડીથી રાહત મળે તે માટે મોરબીમાં રહેતા ભજનના ગાયક (સંતવાણીના કલાકાર) દક્ષાબેન પરમાર દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શાલનું વિતરણ કરવામાં આવ્યું છે. દક્ષાબેને 51 જેટલી શાલ સાથે રોકડ રકમ અને માસ્ક પણ આપ્યા હતા. આમ, દક્ષાબેને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે.