કેમિકલ ફેકટરીમાં રિવર્સમાં આવતી બોલરો ગાડી બાળકને ભરખી ગઈ મોરબી : મોરબી હળવદ રોડ ઉપર આવેલ કેમિકલ ફેકટરીમાં લેબર ક્વાર્ટર નજીક રમી રહેલા દોઢ વર્ષના માસૂમ બાળક ઉપર બોલેરો ગાડીનું ટાયર ફરી વળતા માસૂમ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી હળવદ રોડ ઉપર આવેલ ક્રિડ કેમિકલ ફેકટરીમાં લેબર ક્વાર્ટરમાં રહેતા મધ્યપ્રદેશના જાબવાના ભીલુભાઈ ઉર્ફે રાહુલ કમરુભાઈ બિલવાલનો દોઢ વર્ષનો પુત્ર કાર્તિક તેમની રૂમ પાસે રમતો હતો ત્યારે બોલેરો ગાડી નંબર જીજે - 13 - એડબ્લ્યુ - 9842 ના ચાલકે પાછળ જોયા વગર રિવર્સ ગાડી લેતા પાછળના ટાયર હેઠળ કચડાઈ જતા માસૂમ કાર્તિકનું મૃત્યુ નીપજ્યું હતું. બનવા અંગે મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.