વાંકાનેર : આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ 2 ઓક્ટોબરથી 14 નવેમ્બર એટલે કે ૪૪ દિવસ સુધી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે જેમાં લોકોને અલગ-અલગ કાયદાની વિશેની જાગૃતિ આવે તેવા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે વાંકાનેર તાલુકાની પાંચ દ્વારકા સ્કૂલ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં લીગલ સર્વિસ અંતર્ગત જુદા જુદા કાયદો સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા સેવા સમિતિના સેક્રેટરી ભગીરથ સિંહ ઝાલા, મામલતદાર પટેલ, વકીલ વી.એ.ગોહેલ અને સરપંચ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..