ધોરણ 8 પાસથી લઈને ગ્રેજ્યુએટ અને ITI પાસ સુધીના ઉમેદવારો માટે સીધી ભરતી: રોજગાર કચેરીમાં નામ નોંધણી ન હોય તો પણ લઈ શકાશે ભાગમોરબી અપડેટ : મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તારીખ 25-08-2026 ના રોજ સવારે 11:00 કલાકે યુ. એન. મહેતા આર્ટસ કોલેજ, ભડિયાદ રોડ, નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ અગ્રણી નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની વિનામૂલ્યે પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક નોનમેટ્રિક, SSC, HSC, ITI તેમજ સ્નાતક સહિતની શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષની વયના તમામ ઉમેદવારો આ ભરતીમેળામાં સહભાગી થઈ શકશે.ઇચ્છુક ઉમેદવારોએ પોતાની તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC), પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ તેમજ બાયોડેટા (Resume) સાથે નિયત તારીખ, સમય અને સ્થળે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. ખાસ કરીને જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે અગાઉ નામ નોંધણી નથી કરાવી, તેઓ પણ આ ભરતીમેળામાં સીધા જ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #JobFair #BhartiMelo #EmploymentExchange #UNMehtaCollege #MorbiJobs #RozgarSamachar #PrivateJobs #MorbiNews #GujaratNews