રોજગાર વિનિમય કચેરી દ્વારા યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે આયોજન: 18 થી 35 વર્ષના યુવાનો ભાગ લઈ શકશેમોરબી અપડેટ: મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા આવતીકાલે તારીખ 17/09/2026 ના રોજ સવારે 11:00 કલાકે યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઈચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએસસી, આઈટીઆઈ અને સ્નાતક વગેરેની શૈક્ષણિક લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો આ ભરતીમેળાનો લાભ લઈ શકશે.આ ઉપરાંત જે ઉમેદવારોએ રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નથી કરાવી તેઓ પણ આ ભરતીમેળામાં સીધા જ હાજર રહી શકશે. ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #JobFair #RozgarMela #Employment #GujaratJobs #PrivateSectorJobs #MorbiCity