મોરબી : મોરબીમાં આજે સાંજના અરસામાં વાવાઝોડા, વીજળીના કડાકા ભડાકા અને કરા સાથે ઓચિંતો વરસાદ તૂટી પડ્યો હતો. પાલિકા કચેરીના આંકડા પ્રમાણે મોરબી શહેરમાં અડધો જ કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલ માહિતી પ્રમાણે મોરબી સામાંકાંઠે 8 મિમી, ટંકારામાં 5 મિમી, માળિયામાં 9 મિમી અને વાંકાનેરમાં 18 મિમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે ભરઉનાળે આજે મોરબી જિલ્લામાં ચોમાસા માફક મેઘરાજાએ સટાસટી બોલાવતા લોકો પણ અચંબામાં મુકાઈ ગયા છે.