મોરબી : મોરબી જીલ્લાના માળીયા વનાળીયા ગ્રામપંચાયત તેમજ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ દ્વારા નવનિયુક્ત જીલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન જેઠાભાઈ પારધી, ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયા તેમજ સામાજીક ન્યાય સમિતિના ચેરમેન અશોકભાઈ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મોરબી જીલ્લા અનુસુચિત જાતી મોર્ચાની નવ નિયુક્ત બોડીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં અનુ. જાતી મોરચા પ્રમુખ- બાબુભાઈ પરમાર, મહામંત્રી બળવંતભાઈ સનાળીયા, ઉપપ્રમુખ દિપકભાઈ ચૌહાણ તેમજ કોષાધ્યક્ષ નીતાબેન અને વનિતાબેન હાજર રહ્યા હતા. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.