અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા આયોજન : 15 ઓગસ્ટ સુધીમાં માર્કશીટ પોહચડવા અનુરોધ મોરબી : મોરબી જિલ્લાના પ્રજાપતિ સમાજના ધોરણ -૧૦,૧૨ ,કોલેજ તથા ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ દ્વારા યોજવામાં આવશે. આ માટે 15 ઓગસ્ટ સુધીમાં માર્કશીટ પોહચાડવા અનુરોધ કરાયો છે. મોરબી જિલ્લાના તાલુકા મોરબી, હળવદ, માળિયા, વાંકાનેર તથા ટંકારાના સમસ્ત ગોળના પ્રજાપતિ ભાઈઓના બાળકો માટે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા તરફથી વિદ્યાર્થી સન્માન અને ઈનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં વર્ષ ૨૦૨૧-૨૨ ધોરણ - ૧૦ પાસ ૮૦% કે તેથી વધુ ડિપ્લોમા પાસ અંતિમ,૭૦% કે તેથી વધુ કોલેજ ફાયનલ(BA.B.Com.BCA.) ૬૦% કે તેથી વધુની લાયકાત ધરાવતા તમામ પ્રજાપતિ વિધાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ તેમના માર્કશીટની પ્રમાણિત નકલ બી.એમ.વરિયા, એડવોકેટ એન્ડ નોટરી, શક્તિ કોમ્પલેક્ષ, ડીલક્ષ પાન ઉપર, નટરાજ ફાટક, મોરબી - ૨ ખાતે આગામી તા.૧૫ ઓગસ્ટને સોમવાર સુધીમાં મોકલી આપવી.