સેતુબંધ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે દીકરા-દીકરી એક સમાનના ઉક્તિને ચરિતાર્થ કરવા કાર્યક્રમનું આયોજન મોરબી : સેતુબંધ ફાઉન્ડેશન તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના સંયુક્ત ઉપક્રમે તા.૨૯ને રવિવારે, સવારે ૯.૦૦ કલાકે મોરબી સ્થિત શનાળાની પટેલ સમાજની વાડી ખાતે એક માતૃપિતૃ વંદના સન્માન સમારોહ તેમજ એક જ પુત્રી ધરાવતા પરિવારોનું વિશિષ્ટ સન્માન કરવા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. માતૃપિતૃ વંદના સન્માન સમારોહ તેમજ વિશિષ્ટ સન્માન સમારોહ અંતર્ગત જે પરિવારમાં સંતાનમાં ફક્ત એકજ દીકરી હોય તેવા પરિવારો, ધોરણ ૧૨ સાયન્સમાં એ-૧ ગ્રેડ પ્રાપ્ત કરનાર મોરબી જીલ્લાના વિદ્યાર્થીઓ, મોરબી જીલ્લામાં રાજ્ય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરનાર શિક્ષકો,મોરબીમાં સેવાકીય ક્ષેત્રે કાર્યરત સેવાના ભેખધારી સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ અને મોરબી જીલ્લાના સરપંચો વગેરેના જાહેર સન્માનનો કાર્યક્રમ યોજાશે. સાથેસાથે લોકસેવાના પ્રહરી તેમજ લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા એવા મીડિયાના મોરબીના મિત્રોના જાહેર આભાર સન્માનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથીઓમાં સૌરાષ્ટ્ર સ્થીત કડવા પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર એવા સીદસર ધામના સંગઠન પ્રમુખ કૌશિકભાઈ રાદડિયા, પોતાના માતાપિતાનું એક માત્ર સંતાન અને તે પણ દીકરી એવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુંમર, ઇન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોશીએશનના પ્રેસિડેન્ટ ડો.શેહનાઝબેન બાબી, રાજકોટ સ્થીત મધુરમ હોસ્પિટલના સૌરાષ્ટ્રના પ્રખ્યાત ન્યુરોસર્જન ડો. હેમાંગભાઈ વસાવડા, ખેડૂત અગ્રણી અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, ગુજરાત કિસાન સંગઠનના પ્રમુખ જે. કે. પટેલ, મોરબી સ્થીત કડવા પાટીદાર કન્યા કેણવણી મંડળ સંસ્થાના પ્રમુખ બેચરભાઈ હોથી, તેમજ મોરબી સ્થીત દરેક સમાજના પ્રમુખો-અગ્રણીઓની હાજરીમાં તેમજ તેઓના હસ્તે ઉપરોક્ત લોકોનું સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમ દીકરા-દીકરી એક સમાનના ઉક્તિને ચરિતાર્થ કરવા તેમન સમાજમાં સ્ત્રી સશક્તિકરણને બળ આપવા તેમજ સમાજમાં થઇ રહેલા સારા કાર્યોને પ્રોત્સાહન આપવાના શુભ હેતુથી સેતુબંધ ફાઉન્ડેશનના પ્રમુખ તેમજ ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોશીએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા તેમજ તેમની ટીમ દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવી રહ્યું છે.