મોરબી : સુરજબારી ટોલ પ્લાઝા ખાતે ગત તારીખ 23ના રોજ રોડ સેફ્ટી માસ અંતર્ગત આંખ તપાસનો કેમ્પ યોજાયો હતો.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વાહન ચાલકોમાં સારી દ્રષ્ટિના મહત્વ વિશે તેમજ રસ્તા સુરક્ષા વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. આ કેમ્પમાં વાહન ચાલકોની મફત આંખની તપાસ કરવામાં આવી હતી. તેમજ જરૂરી લોકોને આંખના ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પહેલ નબળી દૃષ્ટિને કારણે થતા અકસ્માતોના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.