મોરબી : સરકારના આઠમાં પગાર પંચના ખરડા સબબ મોરબી જિલ્લા પેન્શનર સમાજના આજીવન સભ્યોની એક તાકીદની અસાધારણ સભા આગામી તારીખ 21 જૂન ને શનિવારના રોજ સવારે 9:30 કલાકે મોરબીના મહેન્દ્રનગર સ્થિત રામધન આશ્રમ ખાતે યોજાશે. તો આ અસાધારણ સભામાં મોરબી જિલ્લા પેન્શનર સમાજના તમામ આજીવન સભ્યોને ઉપસ્થિત રહેવા મોરબી જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ જીવણભાઈ એસ. ડાંગરની યાદીમાં જણાવ્યું છે.