મોરબી : વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ખીલવવા, યોગ્ય રસ્તે કેળવણી સાથે શિક્ષણ આપવા, ભણતરની સાથે ગણતર આપવા, સ્પર્ધાત્મક સમયમાં સ્પર્ધામાં સામે ટકી રહેવા. આવા અનેક ઉમદા હેતુઓથી તપોવન વિદ્યાસંકુલ-જેતપરમાં વિશ્વમાં ભારતને ગર્વ અપાવે તેવી ભારતીય સંસ્કૃતિનું પ્રદર્શન “હમારા ભારત-મેરા ભારત”અને “બિઝનેસ ટાઈકુન એવોર્ડ -2023”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનમાં આઈઆઈએમ-અમદાવાદ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હાઊસિંગ ડેવલપમેન્ટ ફાયનાન્સિયલ કોર્પોરેશન (hdfc), ભારતીય રીઝર્વ બેંક, સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા, અટલ ટનલ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સુપ્રીમ કોર્ટ, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, કેદારનાર, ઈઝરાયેલની સંપોષિત ખેતી, સ્માર્ટ સિટી, સતીષ ધવન સ્પેશ સ્ટેશન, ઓઝોન, હાઈડ્રો પાવર પ્લાન્ટ પ્રોજેક્ટની સાથે બીજા ઘણાં બધાં પ્રોજેક્ટ જુદાં-જુદાં વિભાગોમાં જેમ કે વિજ્ઞાન, ગણિત, ઇતિહાસ, ભૂગોળ, નાગરિક, વાણિજ્ય, અર્થશાસ્ત્ર વગેરે ક્ષેત્રોમાં પ્રોજેક્ટ તૈયાર કરી પ્રેઝન્ટેશન આપ્યું હતું. આશરે 10 થી 12 હજાર લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તપોવન વિદ્યાસંકુલના પ્રમુખ જીતુભાઈ વડસોલા અને તપોવન પરિવાર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ દરેક વાલીઓ અને આજુબાજુના દરેક ગામના લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.