મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મેઘાણી વાડી શાળામાં પર્યાવરણ પરિવારના કવિ દ્વારા ભારતીય રજવાડાના 400 જેટલા ઐતિહાસિક ફોટોઓનું પ્રદર્શન યોજાયો હતો. મોરબીમાં મેઘાણી વાડી પ્રાથમિક શાળા ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પર્યાવરણ પરિવારના કવિ જલરૂપ દ્વારા ઐતિહાસિક ફોટોઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જેમાં ભારતીય રજવાડાના 400 જેટલા ફોટાઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ફોટો પ્રદર્શન દરમિયાન શાળાના આચાર્ય જે. જે બાવરવા,સી.આર.સી કો,ઓર્ડીનેટર બાબુભાઈ દેલવાડીયા તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ શાળાના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળ્યું હતું.