મોરબી : મોરબી ન્યૂમિસમેટિક ક્લબના ચેરમેન એડવોકેટ મિતેષ દવે અને તેમની ટીમ દ્વારા આજ રોજ થોરાળા ગામની પ્રાથમિક શાળામાં વિશ્વની અલગ અલગ દેશોના ચલણ, અને ટપાલ ટિકિટનું પ્રદર્શન યોજાયું હતું.જેમાં શાળાના આચાર્ય પંકજભાઈ ધામેચા અને શિક્ષકગણ અને થોરાળા ગામના સરપંચ અમૃતભાઈ અંબાણી અને SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ)ના સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રદર્શન નિહાળવા થોરાળા માધ્યમિક શાળાના સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓએ ખૂબ જ અભ્યાસ પૂર્વક પ્રદર્શનને નિહાળ્યું હતું.