મોરબી : મોરબી ખાતે આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખની હાજરીમાં જિલ્લા એનએસયુઆઈની કારોબારી બેઠક યોજાઇ હતી જેમા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અંગે કાર્યક્રમો આપવા રણનીતિ ઘડી કાઢાવમાં આવી હતી. ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકીની હાજરીમાં મોરબી સર્કીટ હાઉસ ખાતે કારોબારી મીટીંગ મળી હતી. જેમાં મોરબી જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ તરીકે ભાવનિક મુછડીયાની નિમણૂંક કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લાની તમામ કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ સામે લડત ચલાવવા માટે એનએસયુઆઈ દ્વારા આગામી કાર્યક્રમ નક્કી કરવામાં આવશે. આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, જીલ્લાનાં પૂર્વ યુવા પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા પ્રમુખ અલ્પેશ કોઠીયા, એનએસયુઆઇ પ્રદેશ મંત્રી કુલદીપસિંહ જાડેજા સહીતનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.