મોરબી : મોરબીમાં માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી વીર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે એસપી રોડ ખાતે એક શામ અમર જવાનો કે નામ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ માટે બલિદાન આપનાર તમામ ક્રાંતિવીરોને શ્રદ્ધાંજલિ અને વીરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આયોજિત કાર્યક્રમમાં સૌથી પહેલા દીકરીઓ દ્વારા શૌર્ય ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ શરદભાઈ ઠાકરનું વક્તવ્ય રાખવામાં આવ્યું હતું, જેમાં તેમણે ભગતસિંહ, વીર સાવરકર અને અનેક ક્રાંતિકારીઓનું દેશને આઝાદ કરાવવામાં શું મહત્વ હતું તે વર્ણવ્યું હતું. આ ઉપરાંત, આયુષીબેન દ્વારા વૈદિક સનાતનના મહર્ષિ દયાનંદનો દેશને આઝાદ કરાવવામાં શું પાયો હતો તે વિશે વાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એસ.પી. રોડના તમામ લોકો અને મોરબીના રાષ્ટ્રભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #BalidanDivas #MatrubhumiVandanaTrust #BhagatSingh #Rajguru #Sukhdev #VeerSavarkar